Bangla Ni Pachhal Nu Talav

બંગલાની પાછળનું તળાવ

એક વાર શેઠ બહાર ગામ ગયા અને ત્યાંથી ઘેર ફોન કર્યો. ફોન નોકરે ઉપાડ્યો “તારી શેઠાણીને ફોન આપ.”

શેઠ “અલ્યા શેઠ તો હું છું.”
નોકર “તો હું હવે શું કરું.”
શેઠ “મારી રિવોલ્વરથી બંને ને ભડાકે દઈ દે.”
નોકર “ભલે શેઠ.”

ને નોકરે બંને ને ભડાકે દઈ ધીધા

નોકર “શેઠ હવે લાશોનું શું કરું?”
શેઠ “આપણા બંગલાની પાછળ જે તળાવ છે તેમાં નાખી દે.”
નોકર “પણ શેઠ આપણા બંગલાની પાછળ તો તળાવ છે જ નહીં.”
શેઠ “શું વાત કરે છે!”
એક મીનીટ વિચારીને
શેઠ “તારા શેઠનું નામ શું છે?”
નોકર “ધનસુખલાલ”

શેઠ “માફ કરજે હો ભાઈ રોંગ નંબર.”

Kanjus Ni Train Yatra

કંજૂસની ટ્રેન  યાત્રા

એક કંજૂસ એક મોટા થેલા સાથે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો.


કંજૂસ મોઢું બગાડીને બોલ્યો કે કેટલો ચાર્જ થશે.

ટીસી બોલ્યો “થેલી ની સાઈજ પ્રમાણે એક આખી ટીકીટ જેટલો થશે.”


કંજૂસ ડોળા ફાડી ને ટીસી ને જોતો રહ્યો અને પછી થેલાને થાબડી ને બોલ્યો “દીકરા બહાર આવી જા, આખી ટીકીટ લેવાની હોય તો આરામથી સીટ ઉપર બેસ.”

Director Ni Navi Heroine

ડિરેક્ટરની  નવી  હીરોઈન



ફિલ્મ ડિરેક્ટર  નવી  હીરોઈનને “તમને નાયિકા તરીકે પસંદ કરવા માટે કેટલાક ખાસ કારણો છે,


હીરોઈન “આ ફિલ્મ નું નામ શું છે?
ડિરેક્ટર  “આ ફિલ્મ નું નામ છે એક ચુડેલ ની પ્રેમકથા.

Baapu No Phone Upar Vartalap

બાપુનો ફોન ઉપર વાર્તાલાપ

એકવાર એક બાપુ ટેલિફોન બુથમાં અડધા કલાકથી ટેલીફોન લઈને ઉભા હતા ને કશું બોલતા નોહતા. આનાથી ચિડાઈ ને બહાર રાહ જોઈનેઉભેલા ભાઈ એ કહ્યું કે બાપુ વાત ના કરતા હોવ તો બહાર આવી જાઓને.


બાપુ “તને હું લાગે છે હું વાત નથી કરતો, એમને એમ ફોન પકડી ને ઉભો છું, થોડી ધીરજ રાખ, હામે છેડે બા હાથે વાત ચાલુ છે.”

Ben Vichitra Chhokaru Laine Bus Ma Chadya

બેન વિચિત્ર છોકરું લઈને બસમાં ચઢ્યા

એક વાર એક બેન એમનું  વિચિત્ર છોકરું લઈને બસમાં ચઢ્યા.

ડ્રાઇવર આ જોઇને એની ઠેકડી ઉડાવવા લાગ્યો કે "આવુ વનેચર જેવુ છોકરુ જિંદગીમા પેલી વાર જોયુ."

બેન બહુ ખીજાણા પણ કઇ બોલ્યા વગર છેલ્લી સીટ ઉપર જતા રહ્યા.

છેલ્લી સિટ ઉપર તેમની બાજુમા બાપુ બેઠા હતા.

બાપુ એ તેમને સાંત્વના આપતા કહ્યુ કે "ડ્રાઇવર બહુ હલકીનો થાય છે, તમે એને જઇને પાઠ ભણાવો. ત્યા સુધી તમારુ માંકડુ હુ સાચવુ છુ."

Columbus Patel

કોલમ્બસ પટેલ

એક શિક્ષક વિધ્યાર્થિઓને પુછી રહ્યા હતા.

બોલો અમેરીકાની શોધ કોને કરી હતી?


શિક્ષક : "તને કોને કહ્યુ કે કોલમ્બસ પટેલ હતો?"

વિધ્યાર્થિ : "સાહેબ એ પહેલો વિરલો હતો કે જે વગર વિઝાએ અમેરીકા પહોંચી ગયો હતો."

Sardarji Nu Vajan Bahu Vadhi Gayu

સરરદાજીનુ વજન બહુ વધી ગયુ

એક સરરદાજીનુ વજન બહુ વધી ગયુ હતુ. તેઓએ નક્કી કર્યુ કે ડોક્ટર ને બતાવવુ.

ડોક્ટરે તપાસીને કહ્યુ કે વાત બહુ ગમ્ભીર છે અને તમારે રોજ ના 10 કીલોમીટર દોડવુ પડશે. અને 30 દિવસ પછી મને તમારા હાલ હવાલ જણાવજો.

સરદરજી ગભરાઇ ગયા પણ રોજ દોડવાનુ નક્કી કર્યુ.

30 દિવસ પછી ડોક્ટર ઉપર સરદારજીનો ફોન આવ્યો "ડોક્ટર સાહેબ વજન તો 20 કીલો ઉતરી ગયુ છે, પણ!!"

ડોક્ટર "પણ શુ?"

સરદારજી "પણ હુ મારા ઘરેથી ૩૦૦ કીલોમીટર દુર પહોંચી ગયો છુ."


Baapu Ni Saali Ghare Aavi

બાપુની સાળી ઘરે આવી

એક દિવસ બાપુ ને ઘેર એમની સાળી આવી.

બાપુ બહુ હરખાઇ ગયા ને બાને કહેવા લાગ્યા કે "ઘણા દી એ આવી છે તારી બેન. ઘર મા રોનક આવી ગયી છે."

બા બોલ્યા "હવે હારુ પેન્ટ પેરિ લ્યો, તમારી રોનક લેંઘા માથી દેખાઇ રહી છે. "

Building Ma Aag Lagi

બિલ્ડિંગ મા ભારે આગ લાગી


બધા ઉભા ઉભા જોતા હતા.

એટલામા ત્યા રજ્નીકાંત આવ્યો.

એક ક્ષણ નિ પણ રાહ જોયા વગર એ બિલ્ડિંગ મા કુદી ગયો.

અંદર જઈને જોયુ તો નરેશ કનોડિયા હવન કરતો હતો.

Baapu Ni Baa Ne Shikhaman

બાપુની બા ને શીખામણ

એક વાર બા અને બાપુ વચ્ચે બહુ ચક્મક ઝરી.

છેલ્લે બાપુએ બગડીને કિધુ કે "મનમોહનસિંઘ પાસેથી કૈંક શિખ."

બા બોલ્યા કે  "એમની પાહે હુ શિખવા જેવુ છે?"

બાપુ "ચુપ રેવાનુ."

Baapu E Visiting Card Aapyu

બાપુએ વિઝિટિંગ કાર્ડ આપ્યુ

એક બાપુ એક દિ એક હોટેલ મા જમવા પહોચ્યા.


બાપુએ ખીસ્સામા થી વિઝિટિંગ કાર્ડ કાઢિને આપ્યુ.

વેઈટર બોલ્યો કે બાપુ આ કાર્ડ અહિ ના ચાલે.

બાપુ બગડિને બોલ્યા "ગોલકિના બાર પાટિયુ માર્યુ છે ને કે અહી બધા કાર્ડ સ્વિકારવા મા આવશે!!!"

Bapu Chhapu Vanchva Betha

બાપુ છાપું વાંચવા બેઠા 

કદી નઈ ને કદી બાપુ છાપું વાંચવા બેઠા 

બાપુ મો બગાડી ને બબડ્યા "બઉ  ખતરનાક બૈરું કેવાય"

Rajnikant Jokes

રજનીકાંત જોકસ

રજનીકાન્ત ઢોલ વગાડતો હતો ,
એટલામાં એક એલિયન નીચે આવ્યો ને કહેવા લાગ્યો
“ભાઈ ઢોલ ધીરે વગાડોને મારા છોકરા ને કાલે પરીક્ષા છે.”

અનંત સુધી ગણવું શક્ય નથી પણ રજનીકાંત બે વાર ગણી ચુક્યો છે.

ભારતીય ક્રિકેટ ટીમ ના કોચ તરીકે રજનીકાંત ની નિમણુક થયી અને ચમત્કાર થયો

અંગ્રેજો ભારત 1947 માં છોડ્યું કારણકે કે તેઓ હોશિયાર હતા અને જાણતા હતા કે બહુ જલ્દી રજનીકાંત નો જન્મ થવાનો છે.

એક વાર નાસાના વૈજ્ઞાનિકોને મંગળ ગ્રહ ઉપર કૈંક ઉડતું દેખાયું તપાસ કરતા ખબર પડી કે રજનીકાંત ચેન્નાઈ થી પતંગ ચગાવી રહ્યા છે.

શિક્ષક : 8 ના અડધા કેટલા થાય
વિદ્યાર્થી : સાહેબ 4.
રજનીકાંત : આધાર રાખે છે કે અડધું કઈ રીતે કરો છો. ઉભે થી અડધું 3 થાય અને આડે થી અડધું 0 થાય.

જયારે રજનીકાંત વિદ્યાર્થી હતા ત્યારે શિક્ષકો વર્ગમાં થી ગુલ્લી મારતા હતા.

જયારે રજનીકાંત કોલેજ માં એડમીશન લીધું ત્યારે ત્રણ વિષય પસંદ કરવાના હતા,
રજનીકાંતે પસંદ કર્યા સાયન્સ , કોમર્સ અને આર્ટસ.

હોકાયંત્ર કેમ ઉત્તર દિશા ચીંધે છે.
કારણકે રજનીકાંત દક્ષીણ માં રહે છે અને કોની તાકાત છે કે એની તરફ કોઈ આંગળી ચીંધે.

માત્ર એક હાથ થી કોણ 100 ગાડી ને રોકી શકે?
ટ્રાફિક પોલીસ, દરેક વખતે કઈ રજનીકાંત ના હોય


Pati Sathe Jhaghado Thayo

પતિ સાથે ઝઘડો થયો

છોકરીએ સાસરેથી તેની મમ્મીને ફોન કર્યો


મમ્મી "અરે, પતિ પત્ની વચ્ચે તો આવા નાના મોટા ઝઘડા થતા રહે છે, એમાં કોઇ વાંધો નહીં"

છોકરી "તો ઠીક છે, પણ બીજું એ પૂછવાનું કે તો મારા પતિ ની લાશનું શું કરું?"

Time is Changing Fast

સમય બહુ જલ્દી બદલાઈ જાય છે

લગ્ન પ્રસંગમાં બે ઉમરલાયક વ્યક્તિઓ એકબીજા સાથે વાતો કરતા હતા...

એમાંથી  એક ભાઈ બીજા ભાઈ ને કહેતા હતા કે 


બીજા ભાઈ "તમે છોકરીનાં મામાછો કે કાકા?"

પહેલા ભાઈ "ના રે ના, હું તો એ છોકરીનો બોસ છું"

Ganit No Gotalo

ગણિતનો ગોટાળો

a + b = c,
હવે એને આમ પણ લખી શકાય...
તેથી,
4a - 3a + 4b - 3b = 4c - 3c,
પદ વિન્યાસ પછી…
4a + 4b - 4c = 3a + 3b - 3c,
સામાન્ય અચળ પદને કૌંસની બહાર કાઢી નાખતા...
4 * (a + b - c) = 3 * (a + b - c),
સામાન્ય અવયવ (a + b - c) ને બંને બાજુથી દુર કરતા...
4 = 3

૧ X ૦ = ૦ અને ૧૦૦૦ X ૦ = ૦
તેથી કરીને ૧ = ૧૦૦૦


Prem Nu Ganit

પ્રેમનું ગણિત

સમીકરણ ૧
પુરુષ = મજા + મહેનત + ઊંઘવું + ખાવું
ગધેડો = ઊંઘવું +ખાવું
માટે ... પુરુષ = મજા + મહેનત + ગધેડો
માટે ... પુરુષ - મજા = ગધેડો + મહેનત
માટે ... મજા ના કરતો પુરુષ = મહેનત કરતો ગધેડો

સમીકરણ ૨...

સમીકરણ ૩...
સ્ત્રી  = ખાવું + ઊંઘવું + પૈસા ખર્ચવા
ગધેડો = ઊંઘવું + ખાવું
માટે સ્ત્રી  = ગધેડો + પૈસા ખર્ચવા
માટે ખર્ચ ન કરતી સ્ત્રી = ગધેડા

સારાંશ...
સમીકરણ ૨ અને ૩ પરથી તારવી શકાય કે...
રૂપિયા ન કમાતો પુરુષ = ખર્ચ ના કરતી સ્ત્રી
તેથી આપણે કહી શકીએ પુરુષ એટલા માટે કમાય છે કે સ્ત્રી ગધેડા જેવી ના બને સ્ત્રી એટલા માટે ખર્ચે છે કે જેથી પુરુષ ગધેડા જેવો ના બને.

અંતે...
પુરુષ + સ્ત્રી = ગધેડો + કમાણી + ગધેડો + ખર્ચ

પુરુષ + સ્ત્રી = ૨ ગધેડા કે જે સુખેથી એક બીજા સાથે જીવે છે.

Marvadi Nu Blood Donation

મારવાડીનું બ્લડ ડોનેશન

મારવાડીએ એક શેખની જાન બચાવવા એને લોહી આપ્યું.
ફરી એક વાર શેખને ઇજા થઇ અને લોહીની જરૂર પડતાં મારવાડીએ ફરી લોહી આપ્યું.
આ વખતે શેખે એને બોલ પેન આપી!!!
મારવાડીએ ગુસ્સામાં પૂછ્યું "આ વખતે મર્સિડિઝ કેમ નહીં?"
શેખ "બચ્ચા!! હવે મારી અંદર પણ મારવાડીનું લોહી વહી રહ્યું છે...."


એક મારવાડીનાં ઘર માં આગ લાગી ગયી, મારવાડીએ પળના પણ વિલંબ વગર ફાયર સ્ટેશન ઉપર મિસ્ડ કોલ કર્યો.

Vaniya Ni Chaturai

વાણીયા ની ચતુરાઈ

એક વાણીયાને એવી ખબર પડી કે તેની પત્નીના બીજા કોઈ પુરુષ સાથે સંબંધો છે.
તેની પત્ની એક મોટી દ્વિધામાં હતી કે શું કરવું.
એક કલાક પછી વાનોયી પાછો આવ્યો. અને ગભરાયેલી તેની પત્નીએ પૂછ્યું... તે એને શું કર્યું?
વાણીયો: મેં એને કહ્યું કે તું મારી નવી નક્કોર રૂપિયા ૧૦,૦૦૦ ની પિસ્તોલનો પહેલો શિકાર બનીશ.
પત્ની: પછી...
વાણીયો: એને મને કહ્યું કે એ મને આ પિસ્તોલના રૂપિયા ૧૫,૦૦૦ આપી શકે છે.
પત્ની: પછી તમે શું કર્યું?
વાણીયો: મેં એને વેચી મારી.


Ghost in Fort

કિલ્લામાં ભૂત...

કેટલાક પ્રવાસીઓ પોતે સાંભળેલી કેટલીક અફવા વિષે ગાઈડને પૂછી રહ્યા હતા: “લોકો કહે છે કે અહીં ભૂત છે. શું એ સાચું છે?”
ગાઈડે તેમને આશ્વાશન આપતા કહ્યું કે: "એમ ગભરાવાની કંઈ જરૂર નથી. હું અહી ઘણા લાંબા સમયથી લોકોને ગાઈડ કરું છું પણ મેં ક્યારેય ભૂત નથી જોયું."
પ્રવાસી: "આપ અહીં કેટલા વખતથી ગાઈડ છો?"


ગાઈડ: "છેલ્લા ૫૫૦ વર્ષથી."

Shunya Ma Thi Sarjan

શૂન્ય માંથી સર્જન

લાલુ પ્રસાદ યાદવ એના છોકરાને કહી રહ્યો હતો,
છોકરો: "હું મારા માટે કન્યા જાતે પસંદ કરીશ."
લાલુ: "પણ એ છોકરી અંબાણીની પુત્રી છે"
છોકરો: "આહા, એ કિસ્સામાં ... હા"
પછી લાલુ અંબાણી પાસે જાય છે.
લાલુ: "મારી પાસે આપની છોકરી માટે એક પતિ છે."
અંબાણી: "પરંતુ મારી છોકરી તો પરણવા માટે બહુ નાની છે."
લાલુ: "પરંતુ એ યુવક વર્લડ બેંકના ઉપ-પ્રમુખ છે."
અંબાણી: "આહા, એ કિસ્સામાં ... હા"
છેલ્લે લાલુ વર્લડ બેંકના પ્રમુખને મળવા માટે જાય છે.
લાલુ: "મારી પાસે એક એવો યુવક છે કે જેની વર્લડ બેંકના ઉપ-પ્રમુખ તરીકે ભલામણ કરી શકાય."
વર્લડ બેંક પ્રમુખ: "પરંતુ મારી પાસે પહેલેથીજ જરૂર કરતા વધુ ઉપ-પ્રમુખો છે."
લાલુ: "પણ આ યુવક અંબાણીના જમાઈ છે."

વર્લડ બેંક પ્રમુખ: "આહા, એ કિસ્સામાં ... હા"

Taxi Driver

ટેક્ષી ડ્રાઈવર

એક ટેક્ષી પેસેન્જરે ડ્રાઈવરને પ્રશ્ન પુછવા ખભા ઉપર ટપલી મારી. ડ્રાઈવર ગભરાઈ ગયો, કાર ઉપરથી કાબુ ગુમાવ્યો, બસને લગભગ અથડાયી ગયો.

એક ક્ષણ  માટે ટેક્ષીમાં બધું શાંત થયી ગયું, પછી ડ્રાઈવર બોલ્યો, “જુઓ ભાઈ ફરીથી એવું નાં કરતા, તમે અંધારા આવી જાય એવો મને ગભરાવી મુક્યો.”

પેસેન્જરે દિલગીરી વ્યક્ત કરી અને કહ્યું, "મને એવો વિચાર નહોતો કે એક નાનકડી ટપલી તમને આટલા ડરાવી દેશે."


ડ્રાઈવરે જવાબ આપ્યો, "માફ કરજો, એમો તમારી કોઈ ભૂલ નથી. આજે મારો ટેક્ષી ડ્રાઈવર તરીકેનો પ્રથમ દિવસ છે - છેલ્લા ૨૫ વર્ષથી હું શબવાહિની ચલાવતો હતો."

Think Negative

ઊંધું વિચારો


મુર્ખ માણસ તેની પત્નીને કહે છે કે બોલવાનું બંધ કર. જયારે શાણો માણસ તેણીને કહે છે કે તારા હોઠ બંધ હોય છે ત્યારે તું ખુબ સુંદર દેખાય છે.

########################

પ્રશ્ન: તમે કોઈને ક્યારે તેની ભૂલ ઉપર અભિનંદ આપો છો?


જવાબ: તેના લગ્ન ઉપર

Jagate Raho

જાગતા રહો

દિવસ ૧
જાગતા રહો… જાગતા રહો … જાગતા રહો…
દિવસ ૨
જાગતા રહો… જાગતા રહો…
દિવસ ૩
જાગતા રહો…
-
-
-
-
-
-
દિવસ ૭
જાગતા રહો… મારા ભરોસે ના રહો…

Tirandaji Contest

તીરંદાજી પ્રતિયોગીતા

મહોરું પહેરેલ પ્રથમ તીરંદાજ આવે છે. તેણે ઊંડો શ્વાસ લઈને નિશાન સાધ્યું, અને લક્ષને મધ્યમાં ભેદી ગયું. તેણે પોતાનું મહોરું ઉતાર્યું અને બરાડ્યો: હું યશપાલ રાણા છું!

મહોરું પહેરેલ બીજો તીરંદાજ આવે છે. તેણે પણ ઊંડો શ્વાસ લઈને નિશાન સાધ્યું, અને લક્ષને મધ્યમાં ભેદી ગયું તથા યશપાલ રાણાની ગોળીના બે ટુકડા કરી નાખ્યા. તેણે પોતાનું મહોરું ઉતાર્યું અને બરાડ્યો: હું અભિનવ બિન્દ્રા છું!


આખરે ગુજરાતી તીરંદાજ આવે છે, તેણે પણ મહોરું પહેરેલ છે, તેણે પણ ઊંડો શ્વાસ લઈને નિશાન સાધ્યું. પરંતુ એ ઊંધું ફાટ્યું! અને રેફરી (નિર્ણયકર્તા) ને વીંધી નાખ્યો. પછી તેણે પોતાનું મહોરું ઉતાર્યું અને, હું દિલગીર છું!

Jadui Jadibutti

જાદુઈ જડીબુટ્ટી …

રોડની બાજુમાં ફૂટપાથ ઉપર એક નાનકડો છોકરો જડીબુટ્ટી વેચાતો હતો અને તેનો માલિક સમાધીમાં બેઠેલો હતો.
છોકરો જડીબુટ્ટી વેચવા બુમો પાડતો હતો ... "આ જડીબુટ્ટી ખાઓ અને તમે ૫૦૦૦ વર્ષ સુધી જીવશો, અમારા માલિકે આ જડીબુટ્ટી લીધી હતી અને તેઓ છેલ્લા ૩૦૦૦ વર્ષ થી જીવે છે."
તેમની નજીકથી પસાર થતા એક વેપારીએ નાનકડા છોકરાને પોતાની પાસે બોલવ્યો. નાનકડા છોકરાનાં હાથમાં ૧૦રૂ ની નોટ આપીને તેને પૂછ્યું "શું આ સાચું છે કે જુઠ્ઠાણું?"
છોકરો "આ તો જુઠ્ઠાણું છે, મને નથી લાગતું કે ૫૦૦૦ વર્ષ સુધી જીવી શકાય."
વેપારી "શું તારા માલિક ખરેખર ૩૦૦૦ વર્ષનાં છે?"

નાનકડો છોકરો "એતો જુઠ્ઠા છે, છેલ્લા ૨૦૦ વર્ષ થી રોજ સવારે એમજ કહે છે કે તેઓ ૩૦૦૦ વર્ષના છે. "

Shutdown from Tommorrow

કાલ થી બંધ…

એક દારૂડિયા રોજ રાત્રે દારૂ પીને ઘરે આવતો હતો. તેની પત્ની તેનાથી ત્રાસી ગયી હતી.
એક દિવસ જયારે દારૂડિયો દારૂ પીને તેના ઘરે ગયો ત્યારે તેની પત્નીએ તેને છાપું બતાવ્યું અને કહ્યું કે જુવો છાપા માં આવ્યું છે કે દારુ પીવાથી લીવર ખરાબ થાય છે અને માણસ મરી જાય છે.
દારૂડિયા એ કહ્યું કે કાલથી બંધ... કાલથી બંધ... કાલથી બંધ...

બીજા દિવસથી છાપું બંધ.