Rajnikant Jokes

રજનીકાંત જોકસ

રજનીકાન્ત ઢોલ વગાડતો હતો ,
એટલામાં એક એલિયન નીચે આવ્યો ને કહેવા લાગ્યો
“ભાઈ ઢોલ ધીરે વગાડોને મારા છોકરા ને કાલે પરીક્ષા છે.”

અનંત સુધી ગણવું શક્ય નથી પણ રજનીકાંત બે વાર ગણી ચુક્યો છે.

ભારતીય ક્રિકેટ ટીમ ના કોચ તરીકે રજનીકાંત ની નિમણુક થયી અને ચમત્કાર થયો

અંગ્રેજો ભારત 1947 માં છોડ્યું કારણકે કે તેઓ હોશિયાર હતા અને જાણતા હતા કે બહુ જલ્દી રજનીકાંત નો જન્મ થવાનો છે.

એક વાર નાસાના વૈજ્ઞાનિકોને મંગળ ગ્રહ ઉપર કૈંક ઉડતું દેખાયું તપાસ કરતા ખબર પડી કે રજનીકાંત ચેન્નાઈ થી પતંગ ચગાવી રહ્યા છે.

શિક્ષક : 8 ના અડધા કેટલા થાય
વિદ્યાર્થી : સાહેબ 4.
રજનીકાંત : આધાર રાખે છે કે અડધું કઈ રીતે કરો છો. ઉભે થી અડધું 3 થાય અને આડે થી અડધું 0 થાય.

જયારે રજનીકાંત વિદ્યાર્થી હતા ત્યારે શિક્ષકો વર્ગમાં થી ગુલ્લી મારતા હતા.

જયારે રજનીકાંત કોલેજ માં એડમીશન લીધું ત્યારે ત્રણ વિષય પસંદ કરવાના હતા,
રજનીકાંતે પસંદ કર્યા સાયન્સ , કોમર્સ અને આર્ટસ.

હોકાયંત્ર કેમ ઉત્તર દિશા ચીંધે છે.
કારણકે રજનીકાંત દક્ષીણ માં રહે છે અને કોની તાકાત છે કે એની તરફ કોઈ આંગળી ચીંધે.

માત્ર એક હાથ થી કોણ 100 ગાડી ને રોકી શકે?
ટ્રાફિક પોલીસ, દરેક વખતે કઈ રજનીકાંત ના હોય