Pati Sathe Jhaghado Thayo

પતિ સાથે ઝઘડો થયો

છોકરીએ સાસરેથી તેની મમ્મીને ફોન કર્યો


મમ્મી "અરે, પતિ પત્ની વચ્ચે તો આવા નાના મોટા ઝઘડા થતા રહે છે, એમાં કોઇ વાંધો નહીં"

છોકરી "તો ઠીક છે, પણ બીજું એ પૂછવાનું કે તો મારા પતિ ની લાશનું શું કરું?"

Time is Changing Fast

સમય બહુ જલ્દી બદલાઈ જાય છે

લગ્ન પ્રસંગમાં બે ઉમરલાયક વ્યક્તિઓ એકબીજા સાથે વાતો કરતા હતા...

એમાંથી  એક ભાઈ બીજા ભાઈ ને કહેતા હતા કે 


બીજા ભાઈ "તમે છોકરીનાં મામાછો કે કાકા?"

પહેલા ભાઈ "ના રે ના, હું તો એ છોકરીનો બોસ છું"

Ganit No Gotalo

ગણિતનો ગોટાળો

a + b = c,
હવે એને આમ પણ લખી શકાય...
તેથી,
4a - 3a + 4b - 3b = 4c - 3c,
પદ વિન્યાસ પછી…
4a + 4b - 4c = 3a + 3b - 3c,
સામાન્ય અચળ પદને કૌંસની બહાર કાઢી નાખતા...
4 * (a + b - c) = 3 * (a + b - c),
સામાન્ય અવયવ (a + b - c) ને બંને બાજુથી દુર કરતા...
4 = 3

૧ X ૦ = ૦ અને ૧૦૦૦ X ૦ = ૦
તેથી કરીને ૧ = ૧૦૦૦


Prem Nu Ganit

પ્રેમનું ગણિત

સમીકરણ ૧
પુરુષ = મજા + મહેનત + ઊંઘવું + ખાવું
ગધેડો = ઊંઘવું +ખાવું
માટે ... પુરુષ = મજા + મહેનત + ગધેડો
માટે ... પુરુષ - મજા = ગધેડો + મહેનત
માટે ... મજા ના કરતો પુરુષ = મહેનત કરતો ગધેડો

સમીકરણ ૨...

સમીકરણ ૩...
સ્ત્રી  = ખાવું + ઊંઘવું + પૈસા ખર્ચવા
ગધેડો = ઊંઘવું + ખાવું
માટે સ્ત્રી  = ગધેડો + પૈસા ખર્ચવા
માટે ખર્ચ ન કરતી સ્ત્રી = ગધેડા

સારાંશ...
સમીકરણ ૨ અને ૩ પરથી તારવી શકાય કે...
રૂપિયા ન કમાતો પુરુષ = ખર્ચ ના કરતી સ્ત્રી
તેથી આપણે કહી શકીએ પુરુષ એટલા માટે કમાય છે કે સ્ત્રી ગધેડા જેવી ના બને સ્ત્રી એટલા માટે ખર્ચે છે કે જેથી પુરુષ ગધેડા જેવો ના બને.

અંતે...
પુરુષ + સ્ત્રી = ગધેડો + કમાણી + ગધેડો + ખર્ચ

પુરુષ + સ્ત્રી = ૨ ગધેડા કે જે સુખેથી એક બીજા સાથે જીવે છે.

Marvadi Nu Blood Donation

મારવાડીનું બ્લડ ડોનેશન

મારવાડીએ એક શેખની જાન બચાવવા એને લોહી આપ્યું.
ફરી એક વાર શેખને ઇજા થઇ અને લોહીની જરૂર પડતાં મારવાડીએ ફરી લોહી આપ્યું.
આ વખતે શેખે એને બોલ પેન આપી!!!
મારવાડીએ ગુસ્સામાં પૂછ્યું "આ વખતે મર્સિડિઝ કેમ નહીં?"
શેખ "બચ્ચા!! હવે મારી અંદર પણ મારવાડીનું લોહી વહી રહ્યું છે...."


એક મારવાડીનાં ઘર માં આગ લાગી ગયી, મારવાડીએ પળના પણ વિલંબ વગર ફાયર સ્ટેશન ઉપર મિસ્ડ કોલ કર્યો.

Vaniya Ni Chaturai

વાણીયા ની ચતુરાઈ

એક વાણીયાને એવી ખબર પડી કે તેની પત્નીના બીજા કોઈ પુરુષ સાથે સંબંધો છે.
તેની પત્ની એક મોટી દ્વિધામાં હતી કે શું કરવું.
એક કલાક પછી વાનોયી પાછો આવ્યો. અને ગભરાયેલી તેની પત્નીએ પૂછ્યું... તે એને શું કર્યું?
વાણીયો: મેં એને કહ્યું કે તું મારી નવી નક્કોર રૂપિયા ૧૦,૦૦૦ ની પિસ્તોલનો પહેલો શિકાર બનીશ.
પત્ની: પછી...
વાણીયો: એને મને કહ્યું કે એ મને આ પિસ્તોલના રૂપિયા ૧૫,૦૦૦ આપી શકે છે.
પત્ની: પછી તમે શું કર્યું?
વાણીયો: મેં એને વેચી મારી.


Ghost in Fort

કિલ્લામાં ભૂત...

કેટલાક પ્રવાસીઓ પોતે સાંભળેલી કેટલીક અફવા વિષે ગાઈડને પૂછી રહ્યા હતા: “લોકો કહે છે કે અહીં ભૂત છે. શું એ સાચું છે?”
ગાઈડે તેમને આશ્વાશન આપતા કહ્યું કે: "એમ ગભરાવાની કંઈ જરૂર નથી. હું અહી ઘણા લાંબા સમયથી લોકોને ગાઈડ કરું છું પણ મેં ક્યારેય ભૂત નથી જોયું."
પ્રવાસી: "આપ અહીં કેટલા વખતથી ગાઈડ છો?"


ગાઈડ: "છેલ્લા ૫૫૦ વર્ષથી."

Shunya Ma Thi Sarjan

શૂન્ય માંથી સર્જન

લાલુ પ્રસાદ યાદવ એના છોકરાને કહી રહ્યો હતો,
છોકરો: "હું મારા માટે કન્યા જાતે પસંદ કરીશ."
લાલુ: "પણ એ છોકરી અંબાણીની પુત્રી છે"
છોકરો: "આહા, એ કિસ્સામાં ... હા"
પછી લાલુ અંબાણી પાસે જાય છે.
લાલુ: "મારી પાસે આપની છોકરી માટે એક પતિ છે."
અંબાણી: "પરંતુ મારી છોકરી તો પરણવા માટે બહુ નાની છે."
લાલુ: "પરંતુ એ યુવક વર્લડ બેંકના ઉપ-પ્રમુખ છે."
અંબાણી: "આહા, એ કિસ્સામાં ... હા"
છેલ્લે લાલુ વર્લડ બેંકના પ્રમુખને મળવા માટે જાય છે.
લાલુ: "મારી પાસે એક એવો યુવક છે કે જેની વર્લડ બેંકના ઉપ-પ્રમુખ તરીકે ભલામણ કરી શકાય."
વર્લડ બેંક પ્રમુખ: "પરંતુ મારી પાસે પહેલેથીજ જરૂર કરતા વધુ ઉપ-પ્રમુખો છે."
લાલુ: "પણ આ યુવક અંબાણીના જમાઈ છે."

વર્લડ બેંક પ્રમુખ: "આહા, એ કિસ્સામાં ... હા"

Taxi Driver

ટેક્ષી ડ્રાઈવર

એક ટેક્ષી પેસેન્જરે ડ્રાઈવરને પ્રશ્ન પુછવા ખભા ઉપર ટપલી મારી. ડ્રાઈવર ગભરાઈ ગયો, કાર ઉપરથી કાબુ ગુમાવ્યો, બસને લગભગ અથડાયી ગયો.

એક ક્ષણ  માટે ટેક્ષીમાં બધું શાંત થયી ગયું, પછી ડ્રાઈવર બોલ્યો, “જુઓ ભાઈ ફરીથી એવું નાં કરતા, તમે અંધારા આવી જાય એવો મને ગભરાવી મુક્યો.”

પેસેન્જરે દિલગીરી વ્યક્ત કરી અને કહ્યું, "મને એવો વિચાર નહોતો કે એક નાનકડી ટપલી તમને આટલા ડરાવી દેશે."


ડ્રાઈવરે જવાબ આપ્યો, "માફ કરજો, એમો તમારી કોઈ ભૂલ નથી. આજે મારો ટેક્ષી ડ્રાઈવર તરીકેનો પ્રથમ દિવસ છે - છેલ્લા ૨૫ વર્ષથી હું શબવાહિની ચલાવતો હતો."

Think Negative

ઊંધું વિચારો


મુર્ખ માણસ તેની પત્નીને કહે છે કે બોલવાનું બંધ કર. જયારે શાણો માણસ તેણીને કહે છે કે તારા હોઠ બંધ હોય છે ત્યારે તું ખુબ સુંદર દેખાય છે.

########################

પ્રશ્ન: તમે કોઈને ક્યારે તેની ભૂલ ઉપર અભિનંદ આપો છો?


જવાબ: તેના લગ્ન ઉપર

Jagate Raho

જાગતા રહો

દિવસ ૧
જાગતા રહો… જાગતા રહો … જાગતા રહો…
દિવસ ૨
જાગતા રહો… જાગતા રહો…
દિવસ ૩
જાગતા રહો…
-
-
-
-
-
-
દિવસ ૭
જાગતા રહો… મારા ભરોસે ના રહો…

Tirandaji Contest

તીરંદાજી પ્રતિયોગીતા

મહોરું પહેરેલ પ્રથમ તીરંદાજ આવે છે. તેણે ઊંડો શ્વાસ લઈને નિશાન સાધ્યું, અને લક્ષને મધ્યમાં ભેદી ગયું. તેણે પોતાનું મહોરું ઉતાર્યું અને બરાડ્યો: હું યશપાલ રાણા છું!

મહોરું પહેરેલ બીજો તીરંદાજ આવે છે. તેણે પણ ઊંડો શ્વાસ લઈને નિશાન સાધ્યું, અને લક્ષને મધ્યમાં ભેદી ગયું તથા યશપાલ રાણાની ગોળીના બે ટુકડા કરી નાખ્યા. તેણે પોતાનું મહોરું ઉતાર્યું અને બરાડ્યો: હું અભિનવ બિન્દ્રા છું!


આખરે ગુજરાતી તીરંદાજ આવે છે, તેણે પણ મહોરું પહેરેલ છે, તેણે પણ ઊંડો શ્વાસ લઈને નિશાન સાધ્યું. પરંતુ એ ઊંધું ફાટ્યું! અને રેફરી (નિર્ણયકર્તા) ને વીંધી નાખ્યો. પછી તેણે પોતાનું મહોરું ઉતાર્યું અને, હું દિલગીર છું!

Jadui Jadibutti

જાદુઈ જડીબુટ્ટી …

રોડની બાજુમાં ફૂટપાથ ઉપર એક નાનકડો છોકરો જડીબુટ્ટી વેચાતો હતો અને તેનો માલિક સમાધીમાં બેઠેલો હતો.
છોકરો જડીબુટ્ટી વેચવા બુમો પાડતો હતો ... "આ જડીબુટ્ટી ખાઓ અને તમે ૫૦૦૦ વર્ષ સુધી જીવશો, અમારા માલિકે આ જડીબુટ્ટી લીધી હતી અને તેઓ છેલ્લા ૩૦૦૦ વર્ષ થી જીવે છે."
તેમની નજીકથી પસાર થતા એક વેપારીએ નાનકડા છોકરાને પોતાની પાસે બોલવ્યો. નાનકડા છોકરાનાં હાથમાં ૧૦રૂ ની નોટ આપીને તેને પૂછ્યું "શું આ સાચું છે કે જુઠ્ઠાણું?"
છોકરો "આ તો જુઠ્ઠાણું છે, મને નથી લાગતું કે ૫૦૦૦ વર્ષ સુધી જીવી શકાય."
વેપારી "શું તારા માલિક ખરેખર ૩૦૦૦ વર્ષનાં છે?"

નાનકડો છોકરો "એતો જુઠ્ઠા છે, છેલ્લા ૨૦૦ વર્ષ થી રોજ સવારે એમજ કહે છે કે તેઓ ૩૦૦૦ વર્ષના છે. "

Shutdown from Tommorrow

કાલ થી બંધ…

એક દારૂડિયા રોજ રાત્રે દારૂ પીને ઘરે આવતો હતો. તેની પત્ની તેનાથી ત્રાસી ગયી હતી.
એક દિવસ જયારે દારૂડિયો દારૂ પીને તેના ઘરે ગયો ત્યારે તેની પત્નીએ તેને છાપું બતાવ્યું અને કહ્યું કે જુવો છાપા માં આવ્યું છે કે દારુ પીવાથી લીવર ખરાબ થાય છે અને માણસ મરી જાય છે.
દારૂડિયા એ કહ્યું કે કાલથી બંધ... કાલથી બંધ... કાલથી બંધ...

બીજા દિવસથી છાપું બંધ.

Birbal Ni Chaturai

બીરબલની ચતુરાઈ

એક દિવસ એક ગરીબ બ્રાહ્મણ બીરબલ ને મળવા માટે આવ્યો.
બ્રાહ્મણે બીરબલ પાસે વિચિત્ર જાતની સમસ્યા રજુ કરી કે "બીરબલજી, આખું શહેર મારી મશ્કરીઓ કરે છે અને કહે છે કે હું તો એક દમ બોઘો છું, છતાં પણ બીરબલજી મારે તો પંડિત બનવું છે, પણ મારી મુસીબત એ છે કે મને કશુજ આવડતું નથી."
બીરબલે તેને કહ્યું કે "એવી રીતે પંડિત ના બની શકાય, એના માટે તારે ભણવું જ રહ્યું."
બ્રાહ્મણ "તમે તો રાજા અકબરના દરબારના રત્ન છો અને તમને આખા દરબારમા સૌથી ચતુર ગણવામા આવે છે. જો તમે મને મદદ નહિ કરી શકો તો પછી તમારી ચતુરાઈ શું કામની? માટે તમારે મને પંડિત તો બનાવવોજ પડશે."
બીરબલ કોને કહ્યો !!! ....... તરતજ એક વિચાર બીરબલના મગજમા ઝબકયો અને પેલા બ્રાહ્મણને કહ્યું કે  "હું તને જરૂર પંડિત બનાવીશ પણ તારે હું કહું એમ કરવું પડશે."
બ્રાહ્મણ પણ બીરબલનું કહ્યું કરવા માટે તૈયાર થઈ ગયો.
બીરબલે કહ્યું "તો પછી સંભાળ, કાલે સવારે તું ચોકમા બેસજે, અને તને કોઈ પંડિત કહીને બોલાવે તો તુ તેને મારવા માટે દોડજે. અને પછી જે કોઈ તને પંડિત કહે તેને તારે મારવા દોડી જવાનું."
બ્રાહ્મણ ભલે કહીને નીકળી ગયો.
બીજા દિવસે સવારે બ્રાહ્મણ ચોકમા બેઠો હતો ત્યારે બીરબલે ત્યાં ઉભેલા એક નાનકડા છોકરા ને કહ્યું કે "પેલા બ્રાહ્મણ ને જઈને પંડિત કહે જા મજા આવશે."
નાનકડા છોકરાએ પેલા બ્રાહ્મણ ને  જઈને પંડિત કહ્યું અને પેલો બ્રાહ્મણ તેને મારવા માટે દોડી ગયો.
આ જોઈ ને આજુ બાજુ બેઠેલા છોકરાઓને પણ ગમ્મત સુજી અને બધા બ્રાહ્મણને પંડિત કહી ને ચીડવવા લાગ્યા.
બ્રાહ્મણ પણ બીરબલની સલાહ મુજબ બધાને મારવા માટે દોડી જતો હતો.
૨ - ૩ દિવસમા તો આખા શહેરને આ વાતની ખબર પડી અને બધા લોકો બ્રાહ્મણને પંડિત કહીને ચીડવવા લાગ્યા.
બ્રાહ્મણ પણ બધાને મારવા માટે દોડી જતો હતો.
દસેક દિવસ પછી બ્રાહ્મણ બીરબલ ને ફરી મળવા ગયો અને કહેવા લાગ્યો કે "હું તો દોડી દોડી ને થાકી ગયો છું. હવે મારે ક્યાં સુધી આમ સૌની પાછળ દોડવાનું છે??"
બીરબલે કહ્યું કે "તુ હવે પંડિત થઇ ગયો છે અને તારે હવે દોડવાની કોઈ જરૂર નથી."

આમ પેલા બ્રાહ્મણે ચીડાવનાર લોકોની પાછળ દોડવાનું બંધ કર્યું પણ લોકો તો તેને પંડિત કહીનેજ બોલવતા થઇ ગયા.

Bapu Ni Shaan

બાપુની શાન


એક ગામ માં એક બાપુ  હમેશા મોઢું ઊંચું રાખીને ચાલતા હતા.

એક દિવસ તેઓ ગામ માં લટાર મારવા નીકળ્યા હતા અને હમેંશાની જેમ મોઢું ઊંચું રાખીને જતા હતા.
સામેથી આવતા એક ખેડૂતે જોયું કે દરબાર ઊંચું જોઇને ચાલે છે પણ રસ્તામાં છાણનો પોદરો પડેલો છે. 
એટલે એને બાપુ  ને કહ્યું કે "બાપુ, જરા મોઢું નીચું કરીને તો ચાલો......."
બાપુ તાડૂક્યા અને ખેડૂત ને કહ્યું "કેમ !!!! અમે એવું તો શું કર્યું છે કે મોઢું નીચું કરીને ચાલવું પડે???"

Vaniyana Kaka Gujari Gaya

વાણીયાના કાકા ગુજરી ગયા

વાણીયા એ છાપાની ઓફીસમાં ફોન કર્યો: મારા કાકા ગુજરી ગયા છે, જાહેરાતનો શો ભાવ છે?
છાપાનો પ્રતિનિધિ: સાહેબ, ૩૫ રૂપિયા પ્રતિ શબ્દ.
વાણીયો: ઓહો, બહુ કહેવાય, વારુ લખો કે, "કાકા ગુજરી ગયા".
છાપાનો પ્રતિનિધિ: સાહેબ, ઓછા માં ઓછા ૬ શબ્દ હોવા જોઈએ!

વાણીયો: અરે બાપ રે! જરા વિચારીને કહ્યું... "કાકા ગુજરી ગયા, ગાડી વેચવાની છે"

Vaniyo Padi Gayo

વાણીયો પડી ગયો.

વાણીયો ૨૦મા માળેથી પડી ગયો.

પડતા-પડતા તેને જોયું કે રસોડામાં તેની પત્ની રસોઈ કરી રહી છે.

વાણીયો બરાડ્યો "મારું જમવાનું બનાવતી નહીં."

Vaniyo Marva Padyo

વાણીયો મરવા પડ્યો

તેની પત્નીને, ક્યાં છે તું?
આ રહી હૂં.
અને છોકરાઓ અહીં છે?
હા, પપ્પા.

વાણીયા એ કહ્યું: તો પછી બાજુના રૂમના પંખા કેમ ચાલુ છે?