Bapu E Baa Ne Thinchanie Padya

બાપુ એ બા ને ઢીંચણીએ પાડ્યા

એક દિવસ બાપુ એમના કારભારી ને કેતા કે “તુ મને હમજે સે હૂ? બા માથાભારે સે તોય કાલે રાતે તો એમને મારી આગળ ઘૂંટણિયે પાડી દીધા તા.”

કારભારી “બા ને એવું તો હુ થયું કે તમારી આગળ ઘૂંટણિયે પડવું પડ્યું.”


કારભારી “તે બા ઘૂંટણિયે પડીને હું કેતા તા.”

બાપુ “ઈજ કે હવે તો ખાટલાની નીચેથી બહાર આવો, તમને નઈ મારું બસ.”

Bapue Lagan Karya Hindi Chhokri Saathe

બાપુએ લગન કર્યા હિન્દી છોકરી સાથે


પણ ઘર બાપુનું એટલે, બધા ડબ્બા ખાલી. ઘરવાળી લોટનો ડબ્બો શોધી રહી હતી. અંતે ડબ્બો મળ્યો તે પણ ખાલી હતો. અને તેણે બાપુને હાક મારી “અજી સુનતે હો, ડિબ્બે મેં આટા નહીં હૈ? ક્યા કરું?”


બાપુ બોલ્યા “અલી ડોબી, અક્કલનો છાંટોય છે કે નહી તારામાં, ડબ્બામાં આંટા ના હોય, સીધે સીધું ઢાંકણું ખોલી નાખ.”

Lagna Pahela ane Pachhi Ni Sthiti

લગ્ન પહેલા અને પછીની સ્થિતિ

લગ્ન પહેલાના પ્રેમ ની પરિસ્થિતિ
પ્રેમિકા : ચાંદો ક્યાં છે?

પ્રેમી : એક ઉપર ગગન માં અને બીજો મારી સામે.



પત્ની : ચાંદો ક્યાં છે?
ગુસ્સે થયેલો પતિ : પેલો આકાશમાં શું તારો બાપ બલ્બ લઇને ઉભો છે?