Tirandaji Contest

તીરંદાજી પ્રતિયોગીતા

મહોરું પહેરેલ પ્રથમ તીરંદાજ આવે છે. તેણે ઊંડો શ્વાસ લઈને નિશાન સાધ્યું, અને લક્ષને મધ્યમાં ભેદી ગયું. તેણે પોતાનું મહોરું ઉતાર્યું અને બરાડ્યો: હું યશપાલ રાણા છું!

મહોરું પહેરેલ બીજો તીરંદાજ આવે છે. તેણે પણ ઊંડો શ્વાસ લઈને નિશાન સાધ્યું, અને લક્ષને મધ્યમાં ભેદી ગયું તથા યશપાલ રાણાની ગોળીના બે ટુકડા કરી નાખ્યા. તેણે પોતાનું મહોરું ઉતાર્યું અને બરાડ્યો: હું અભિનવ બિન્દ્રા છું!


આખરે ગુજરાતી તીરંદાજ આવે છે, તેણે પણ મહોરું પહેરેલ છે, તેણે પણ ઊંડો શ્વાસ લઈને નિશાન સાધ્યું. પરંતુ એ ઊંધું ફાટ્યું! અને રેફરી (નિર્ણયકર્તા) ને વીંધી નાખ્યો. પછી તેણે પોતાનું મહોરું ઉતાર્યું અને, હું દિલગીર છું!