Showing posts with label Business. Show all posts
Showing posts with label Business. Show all posts

Shunya Ma Thi Sarjan

શૂન્ય માંથી સર્જન

લાલુ પ્રસાદ યાદવ એના છોકરાને કહી રહ્યો હતો,
છોકરો: "હું મારા માટે કન્યા જાતે પસંદ કરીશ."
લાલુ: "પણ એ છોકરી અંબાણીની પુત્રી છે"
છોકરો: "આહા, એ કિસ્સામાં ... હા"
પછી લાલુ અંબાણી પાસે જાય છે.
લાલુ: "મારી પાસે આપની છોકરી માટે એક પતિ છે."
અંબાણી: "પરંતુ મારી છોકરી તો પરણવા માટે બહુ નાની છે."
લાલુ: "પરંતુ એ યુવક વર્લડ બેંકના ઉપ-પ્રમુખ છે."
અંબાણી: "આહા, એ કિસ્સામાં ... હા"
છેલ્લે લાલુ વર્લડ બેંકના પ્રમુખને મળવા માટે જાય છે.
લાલુ: "મારી પાસે એક એવો યુવક છે કે જેની વર્લડ બેંકના ઉપ-પ્રમુખ તરીકે ભલામણ કરી શકાય."
વર્લડ બેંક પ્રમુખ: "પરંતુ મારી પાસે પહેલેથીજ જરૂર કરતા વધુ ઉપ-પ્રમુખો છે."
લાલુ: "પણ આ યુવક અંબાણીના જમાઈ છે."

વર્લડ બેંક પ્રમુખ: "આહા, એ કિસ્સામાં ... હા"