Showing posts with label Husband-Wife. Show all posts
Showing posts with label Husband-Wife. Show all posts

Bapu E Baa Ne Thinchanie Padya

બાપુ એ બા ને ઢીંચણીએ પાડ્યા

એક દિવસ બાપુ એમના કારભારી ને કેતા કે “તુ મને હમજે સે હૂ? બા માથાભારે સે તોય કાલે રાતે તો એમને મારી આગળ ઘૂંટણિયે પાડી દીધા તા.”

કારભારી “બા ને એવું તો હુ થયું કે તમારી આગળ ઘૂંટણિયે પડવું પડ્યું.”


કારભારી “તે બા ઘૂંટણિયે પડીને હું કેતા તા.”

બાપુ “ઈજ કે હવે તો ખાટલાની નીચેથી બહાર આવો, તમને નઈ મારું બસ.”

Bapue Lagan Karya Hindi Chhokri Saathe

બાપુએ લગન કર્યા હિન્દી છોકરી સાથે


પણ ઘર બાપુનું એટલે, બધા ડબ્બા ખાલી. ઘરવાળી લોટનો ડબ્બો શોધી રહી હતી. અંતે ડબ્બો મળ્યો તે પણ ખાલી હતો. અને તેણે બાપુને હાક મારી “અજી સુનતે હો, ડિબ્બે મેં આટા નહીં હૈ? ક્યા કરું?”


બાપુ બોલ્યા “અલી ડોબી, અક્કલનો છાંટોય છે કે નહી તારામાં, ડબ્બામાં આંટા ના હોય, સીધે સીધું ઢાંકણું ખોલી નાખ.”

Lagna Pahela ane Pachhi Ni Sthiti

લગ્ન પહેલા અને પછીની સ્થિતિ

લગ્ન પહેલાના પ્રેમ ની પરિસ્થિતિ
પ્રેમિકા : ચાંદો ક્યાં છે?

પ્રેમી : એક ઉપર ગગન માં અને બીજો મારી સામે.



પત્ની : ચાંદો ક્યાં છે?
ગુસ્સે થયેલો પતિ : પેલો આકાશમાં શું તારો બાપ બલ્બ લઇને ઉભો છે?

Baapu Ni Saali Ghare Aavi

બાપુની સાળી ઘરે આવી

એક દિવસ બાપુ ને ઘેર એમની સાળી આવી.

બાપુ બહુ હરખાઇ ગયા ને બાને કહેવા લાગ્યા કે "ઘણા દી એ આવી છે તારી બેન. ઘર મા રોનક આવી ગયી છે."

બા બોલ્યા "હવે હારુ પેન્ટ પેરિ લ્યો, તમારી રોનક લેંઘા માથી દેખાઇ રહી છે. "

Baapu Ni Baa Ne Shikhaman

બાપુની બા ને શીખામણ

એક વાર બા અને બાપુ વચ્ચે બહુ ચક્મક ઝરી.

છેલ્લે બાપુએ બગડીને કિધુ કે "મનમોહનસિંઘ પાસેથી કૈંક શિખ."

બા બોલ્યા કે  "એમની પાહે હુ શિખવા જેવુ છે?"

બાપુ "ચુપ રેવાનુ."

Pati Sathe Jhaghado Thayo

પતિ સાથે ઝઘડો થયો

છોકરીએ સાસરેથી તેની મમ્મીને ફોન કર્યો


મમ્મી "અરે, પતિ પત્ની વચ્ચે તો આવા નાના મોટા ઝઘડા થતા રહે છે, એમાં કોઇ વાંધો નહીં"

છોકરી "તો ઠીક છે, પણ બીજું એ પૂછવાનું કે તો મારા પતિ ની લાશનું શું કરું?"

Time is Changing Fast

સમય બહુ જલ્દી બદલાઈ જાય છે

લગ્ન પ્રસંગમાં બે ઉમરલાયક વ્યક્તિઓ એકબીજા સાથે વાતો કરતા હતા...

એમાંથી  એક ભાઈ બીજા ભાઈ ને કહેતા હતા કે 


બીજા ભાઈ "તમે છોકરીનાં મામાછો કે કાકા?"

પહેલા ભાઈ "ના રે ના, હું તો એ છોકરીનો બોસ છું"