બાપુની શાન
એક ગામ
માં એક બાપુ હમેશા મોઢું ઊંચું રાખીને ચાલતા હતા.
એક દિવસ તેઓ ગામ માં લટાર મારવા નીકળ્યા હતા અને હમેંશાની જેમ મોઢું ઊંચું રાખીને જતા
હતા.
સામેથી આવતા એક ખેડૂતે જોયું કે દરબાર ઊંચું જોઇને ચાલે છે પણ રસ્તામાં છાણનો પોદરો
પડેલો છે.
એટલે એને બાપુ ને કહ્યું કે "બાપુ, જરા મોઢું નીચું કરીને તો ચાલો......."
બાપુ તાડૂક્યા અને ખેડૂત ને કહ્યું "કેમ !!!! અમે એવું તો શું કર્યું છે
કે મોઢું નીચું કરીને ચાલવું પડે???"

