Showing posts with label Ghost. Show all posts
Showing posts with label Ghost. Show all posts

Ghost in Fort

કિલ્લામાં ભૂત...

કેટલાક પ્રવાસીઓ પોતે સાંભળેલી કેટલીક અફવા વિષે ગાઈડને પૂછી રહ્યા હતા: “લોકો કહે છે કે અહીં ભૂત છે. શું એ સાચું છે?”
ગાઈડે તેમને આશ્વાશન આપતા કહ્યું કે: "એમ ગભરાવાની કંઈ જરૂર નથી. હું અહી ઘણા લાંબા સમયથી લોકોને ગાઈડ કરું છું પણ મેં ક્યારેય ભૂત નથી જોયું."
પ્રવાસી: "આપ અહીં કેટલા વખતથી ગાઈડ છો?"


ગાઈડ: "છેલ્લા ૫૫૦ વર્ષથી."

Taxi Driver

ટેક્ષી ડ્રાઈવર

એક ટેક્ષી પેસેન્જરે ડ્રાઈવરને પ્રશ્ન પુછવા ખભા ઉપર ટપલી મારી. ડ્રાઈવર ગભરાઈ ગયો, કાર ઉપરથી કાબુ ગુમાવ્યો, બસને લગભગ અથડાયી ગયો.

એક ક્ષણ  માટે ટેક્ષીમાં બધું શાંત થયી ગયું, પછી ડ્રાઈવર બોલ્યો, “જુઓ ભાઈ ફરીથી એવું નાં કરતા, તમે અંધારા આવી જાય એવો મને ગભરાવી મુક્યો.”

પેસેન્જરે દિલગીરી વ્યક્ત કરી અને કહ્યું, "મને એવો વિચાર નહોતો કે એક નાનકડી ટપલી તમને આટલા ડરાવી દેશે."


ડ્રાઈવરે જવાબ આપ્યો, "માફ કરજો, એમો તમારી કોઈ ભૂલ નથી. આજે મારો ટેક્ષી ડ્રાઈવર તરીકેનો પ્રથમ દિવસ છે - છેલ્લા ૨૫ વર્ષથી હું શબવાહિની ચલાવતો હતો."