Showing posts with label Telephone. Show all posts
Showing posts with label Telephone. Show all posts

Bangla Ni Pachhal Nu Talav

બંગલાની પાછળનું તળાવ

એક વાર શેઠ બહાર ગામ ગયા અને ત્યાંથી ઘેર ફોન કર્યો. ફોન નોકરે ઉપાડ્યો “તારી શેઠાણીને ફોન આપ.”

શેઠ “અલ્યા શેઠ તો હું છું.”
નોકર “તો હું હવે શું કરું.”
શેઠ “મારી રિવોલ્વરથી બંને ને ભડાકે દઈ દે.”
નોકર “ભલે શેઠ.”

ને નોકરે બંને ને ભડાકે દઈ ધીધા

નોકર “શેઠ હવે લાશોનું શું કરું?”
શેઠ “આપણા બંગલાની પાછળ જે તળાવ છે તેમાં નાખી દે.”
નોકર “પણ શેઠ આપણા બંગલાની પાછળ તો તળાવ છે જ નહીં.”
શેઠ “શું વાત કરે છે!”
એક મીનીટ વિચારીને
શેઠ “તારા શેઠનું નામ શું છે?”
નોકર “ધનસુખલાલ”

શેઠ “માફ કરજે હો ભાઈ રોંગ નંબર.”

Baapu No Phone Upar Vartalap

બાપુનો ફોન ઉપર વાર્તાલાપ

એકવાર એક બાપુ ટેલિફોન બુથમાં અડધા કલાકથી ટેલીફોન લઈને ઉભા હતા ને કશું બોલતા નોહતા. આનાથી ચિડાઈ ને બહાર રાહ જોઈનેઉભેલા ભાઈ એ કહ્યું કે બાપુ વાત ના કરતા હોવ તો બહાર આવી જાઓને.


બાપુ “તને હું લાગે છે હું વાત નથી કરતો, એમને એમ ફોન પકડી ને ઉભો છું, થોડી ધીરજ રાખ, હામે છેડે બા હાથે વાત ચાલુ છે.”