Showing posts with label Magic. Show all posts
Showing posts with label Magic. Show all posts

Jadui Jadibutti

જાદુઈ જડીબુટ્ટી …

રોડની બાજુમાં ફૂટપાથ ઉપર એક નાનકડો છોકરો જડીબુટ્ટી વેચાતો હતો અને તેનો માલિક સમાધીમાં બેઠેલો હતો.
છોકરો જડીબુટ્ટી વેચવા બુમો પાડતો હતો ... "આ જડીબુટ્ટી ખાઓ અને તમે ૫૦૦૦ વર્ષ સુધી જીવશો, અમારા માલિકે આ જડીબુટ્ટી લીધી હતી અને તેઓ છેલ્લા ૩૦૦૦ વર્ષ થી જીવે છે."
તેમની નજીકથી પસાર થતા એક વેપારીએ નાનકડા છોકરાને પોતાની પાસે બોલવ્યો. નાનકડા છોકરાનાં હાથમાં ૧૦રૂ ની નોટ આપીને તેને પૂછ્યું "શું આ સાચું છે કે જુઠ્ઠાણું?"
છોકરો "આ તો જુઠ્ઠાણું છે, મને નથી લાગતું કે ૫૦૦૦ વર્ષ સુધી જીવી શકાય."
વેપારી "શું તારા માલિક ખરેખર ૩૦૦૦ વર્ષનાં છે?"

નાનકડો છોકરો "એતો જુઠ્ઠા છે, છેલ્લા ૨૦૦ વર્ષ થી રોજ સવારે એમજ કહે છે કે તેઓ ૩૦૦૦ વર્ષના છે. "